બા અને સ્માર્ટફોન
બાને મેં સ્માર્ટફોન આપ્યો.
શીખવ્યું: આ લીલું બટન — વાત કરવાનું,
આ લાલ — બંધ કરવાનું,
આ — વીડિયો કૉલ.
બા બધું શીખી ગઈ.
હવે રોજ રાતે
લીલું બટન દબાવે છે
ને પૂછે છે:
‘જમ્યો?’
હું કહું: ‘હા.’
બા કહે: ‘જૂઠું!’
— આટલા મોંઘા સ્માર્ટફોન કરતાં
બાનો કૅમેરો
હજી વધારે સ્માર્ટ છે.
– પરાગ રતનપરા