પહેલો દિવસ
નિશાળના દરવાજે
મેં તારી આંગળી છોડી,
ને તું
દફતરના વજનથી થોડો નમેલો
અંદર ગયો.
તેં પાછું વળીને જોયું —
એક વાર,
બે વાર,
ત્રીજી વાર તું ન વળ્યો.
હું સમજી ગયો:
આજથી
તારું આકાશ
મારા ખભા કરતાં મોટું થવા માંડ્યું.
ઘરે આવીને
તારા ખાલી પારણાને
મેં અમસ્તો જ
હીંચકો આપ્યો.
એ હજી
તારા માપનું હતું,
હું જ
મોટો થઈ ગયો હતો.
– પરાગ રતનપરા