← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી શરત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ઊઠીને ખુશી લખજે સમયના કાગળે,
આ જ પ્હેલી શરત, બીજું તો બધું આપે મળે;
શોધવા સુખ ના જવું પડશે કશે, ઓ દોસ્ત, બસ
હોઠ પર જો હાસ્ય, તો આકાશ તારે ઘર ઢળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજમાનો ગયોઆગલો લેખ →યાદો