પાનખર
પાંદડે પાંદડે ઊતરી પાનખર,
માર્ગ પર પીત ચાદર ધરી પાનખર.
એ જ રસ્તે હતાં આપણે બે જણાં,
યાદ લઈને પધારી ફરી પાનખર.
ડાળ ખાલી, છતાં શિર ન ઝૂક્યું જરા,
ધૈર્યની એ કથા લઈ ઝરી પાનખર.
બાંકડે વૃદ્ધ બેસી ગણે પાંદડાં,
આયખું જેમ, ધીમે સરી પાનખર.
આ પરાગે ભલે ફૂલ ખોયાં બધાં,
બીજ નવલું ધરીને તરી પાનખર.
– પરાગ રતનપરા
#ગઝલ #પાનખર #ઋતુ #સ્મરણ #વૃદ્ધાવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Autumn #Seasons #Memories #OldAge #ParagRatanpara