← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાકીટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા પાકીટમાં
બે-ચાર નોટ છે, ગણીગાંઠીને,
એક એટીએમ કાર્ડ — જેનો પિન
મારી જન્મતારીખ છે,
ને એક ઘસાઈ ગયેલો ફોટો —
ગામની નિશાળનો,
જેમાં ત્રીજી હરોળમાં ડાબેથી ચોથો
હું છું, એવું મને યાદ છે.

ખિસ્સાકાતરુ કદી લઈ જાય
તો નોટનું દુઃખ નથી,
કાર્ડ તો બંધ કરાવી દઉં…

પણ એ ફોટો?
એના વિના તો હું
આ ભીડમાં
ક્યાંયનો નહીં રહું —
કોઈ પૂછશે, ‘ક્યાંનો?’
ને હું
ખાલી ખિસ્સાં ફંફોસતો રહીશ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકલમનો કાચિંડોઆગલો લેખ →અજાણ્યો