← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઍપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષ ૨૦૪૦.

દાદીમા હવે નથી,
પણ ‘દાદીમા ઍપ’ છે —
પાંચ ભાષામાં વાર્તા કહે,
હાલરડાં ગાય,
ને બાળક ઊંઘી જાય ત્યારે
આપોઆપ બંધ થઈ જાય.

માત્ર ૯૯ રૂપિયે મહિને.

એક રાતે
ચિંટુએ પૂછ્યું:
‘દાદીમા, તમે મને વહાલ કરો છો?’

ઍપે થોડું વિચાર્યું,
પછી બોલી:
‘આ પ્રશ્ન તમારા પ્લાનમાં સામેલ નથી.
પ્રીમિયમ અપગ્રેડ કરો.’

ચિંટુ રડી પડ્યો.

ઍપે તરત
હાલરડું ચાલુ કર્યું —
બૅટરી ત્યારે
ત્રણ ટકા હતી.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખક્યારે સવાર?આગલો લેખ →લૂંટાવી દઉં