← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊઠો ને સાહ્યબા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊઠો ને સાહ્યબા, કૂકડો બોલ્યો, ખેતર સાદ પાડે,
ચૂલે ચડી ગઈ રાબ ને બળદ ઘૂઘરા ઝાડે.

રાતે તો બહુ વાતો કરી'તી, ‘વહેલો ઊઠીશ, ગોરી,’
હવે ઓઢો છો ગોદડું માથે, જાણે કોઈ ચોરી;
પાણિયારે મેં ઠામ ખખડાવ્યાં, તો ય ન આંખ ઉઘાડે…
ઊઠો ને સાહ્યબા…

સૂરજ ડોકું કાઢે ડુંગરે, તમે ન કાઢો મોઢું,
પાડોશણ પૂછે: ‘શું થયું? તારો સાહ્યબો હજી પોઢ્યો?’
લાજ મારી જાય આખા ગામે, તમે ઘોરો દહાડે…
ઊઠો ને સાહ્યબા…

પરાગ કહે: ગોરી ખીજી, પણ મનમાં મલકી ગઈ,
ધીરેથી ઓઢણી ખેંચી, ને પાસે બેસી ગઈ;
‘ભલે સૂતા રહો ઘડીક,’ — હેત તો આમ જ સંતાડે…
ઊઠો ને સાહ્યબા, કૂકડો બોલ્યો, ખેતર સાદ પાડે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગણ્યાં ગણાય નહીંઆગલો લેખ →દર્શનની કતાર