← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊલટું હાલરડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંઘી જા રે, મા, તું ઊંઘી જા, હવે હું જાગું છું,
તેં ગાયાં’તાં જે હાલરડાં, એ હું તને આપું છું.

તેં પારણિયે ઝુલાવ્યો’તો, હું ખાટલે ઓઢાડું,
તેં ચાંદો બતાવી ખવડાવ્યું, હું દવા ગળાવું;
તારા ધ્રૂજતા હાથ પકડીને પગલે પગલું માપું છું…
ઊંઘી જા રે, મા…

તું ભૂલે ચશ્માં, ચાવી, ને ભૂલે મારું નામ,
તોય ‘જમ્યો?’ પૂછવાનું ભૂલી ના તું, ઓ રામ!
તારી ભૂલી વાતોમાં હું મારું બાળપણ શોધું છું…
ઊંઘી જા રે, મા…

પરાગ કહે: આ જીવન આખું પારણું છે ઝૂલતું,
કદી મા ઝુલાવે બાળને, કદી બાળ માને ઝુલતું;
હાલાં રે હાલાં ગાઉં ને આંખે આંસુ રાખું છું…
ઊંઘી જા રે, મા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબધું ફ્રી છેઆગલો લેખ →પિતાનું કદ