← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું વરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાલ નવી ને સપનાં નવલાં, આંગણ પૂરો રંગોળી,
જૂનાં રીસામણાં ભૂલી જઈએ, ભેટીએ હૈયાં ખોલી.

ગયા વરસની ગાંઠો છોડો, ખાતાં કરો ચોખ્ખાં,
પાડોશીને ઘેર પહોંચાડો મઠિયાં ને ઘૂઘરાં અનોખાં;
રૂઠેલા ભાઈને ફોન કરો, ને બોલો મીઠી બોલી…
સાલ નવી ને…

નવી ડાયરી, નવા સંકલ્પો, ત્રણ દિવસ તો ચાલે,
ચોથે દિવસે જૂની આદત પાછી આવે હાલે;
તોય ઉમંગે દીવો કરીએ, ભલે તેલ ઓછું, વાટ પોલી…
સાલ નવી ને…

પરાગ કહે: આ તારીખ બદલે, માણસ બદલે તો ખરું,
કૅલેન્ડર તો ભીંતે ઝૂલે, મન બદલાય તો ઠરું;
નવા વરસમાં જાત નવી કર, એ જ ઉત્સવની ઝોળી…
સાલ નવી ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકડવો ઘૂંટઆગલો લેખ →નંબર