નજરમાં
પિતાની હતી એ ખુમારી નજરમાં,
અને મા તણી ચૂપ, ભારી નજરમાં.
ગલીમાં કિશોરી જતી, તો ભળાયું,
છુપી છે ઘણાંની કટારી નજરમાં.
હથેળી ધરી એક બાળક હતું ત્યાં,
હતી સૌ જગતની ઉધારી નજરમાં.
કશું પણ ન બોલ્યાં, છતાં સૌ સુણાયું,
હતી વાત આખી તમારી નજરમાં.
ફરીથી મતો માગવા એ પધાર્યા,
હસીને નમે, પણ ઠગારી નજરમાં.
પરાગે ભલે ઊડવું છે ગગનમાં,
છતાં ફૂલની છે અટારી નજરમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #નજર #આંખો #સમાજ #લાગણી #પરાગરતનપરા
#GujaratiGhazal #TheGaze #EyesSpeak #SocietysStare #SilentLove #ParagRatanpara