← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી રૂઠી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદી રૂઠી રે મારા ગામની, ગાંડી થઈ ને ગાજી,
ઘર, ખેતર ને ઢોર તાણી ગઈ, રહી ગઈ ભીંત એક તાજી.

આપણે એના કાંઠા ખોદ્યા, રેતી વેચી ટ્રકમાં,
વહેણ વાળ્યાં, બંધ બાંધ્યા, ઝાડ કાપ્યાં પલકમાં;
એક દિ’ એણે હિસાબ માગ્યો, ત્યારે આંખ ઉઘાડી…
નદી રૂઠી રે…

ઝૂંપડીઓ તરતી દીઠી, તરતો દીઠો ચૂલો,
માના હાથનો રોટલો તણાયો, તણાયો બાળનો ઝૂલો;
છાપરે બેઠાં બાળ-બુઢ્ઢાં, આભ સામે આશ સાધી…
નદી રૂઠી રે…

પરાગ કહે: આ કોપ નથી, આ ધરતીનો પોકાર,
‘તમે મને લૂંટી, હું તો માત્ર માગું મારો અધિકાર’;
નદીને જગા આપજો, પછી ગાશે એ ગીત તાજી…
નદી રૂઠી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપાછો ફર્યોઆગલો લેખ →નિશાળ