ના જોઈએ
ભીતરે અજવાસ હો તો ડુંગરો ના જોઈએ,
શાંત જળને તાગવા કો’ કાંકરો ના જોઈએ.
મંચ પર જઈ જે ગરજતા, એ ભલે ગાજ્યા કરે,
સાચને ગાવા કદી કો’ ચોતરો ના જોઈએ.
જે ઘરે ખુલ્લાં હૃદય, ત્યાં બારણે તાળાં નથી,
આવનારાને પછી તો ઉંબરો ના જોઈએ.
વૃદ્ધઘરના ઓટલે બેઠેલ મા બોલી હસી:
‘સાચવે જો લાકડી, તો દીકરો ના જોઈએ.’
ગંધ થઈ ઊડી ગયો જે, આભ એનું ઘર, ‘પરાગ’,
એ હવાને સોનવરણો પીંજરો ના જોઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #વૈરાગ્ય #સાદગી #ભીતરનોપ્રકાશ #વૃદ્ધમા #પરાગરતનપરા
#GujaratiGhazal #Detachment #InnerLight #Simplicity #OldAgeHome #ParagRatanpara