← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ન આવ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગયો ખારવો, તે કિનારે ન આવ્યો,
હવા સાદ દઈ દઈ પુકારે, ન આવ્યો.

બળી રાતભર કોડિયાની શગો, પણ
ન આવ્યો, શગોના સહારે ન આવ્યો.

બધી નાવ પાછી ફરી સાંજ ટાણે,
અમારો જ એકે ઉતારે ન આવ્યો.

હજી ઉંબરે જાળ ગૂંથે અભાગી,
ભરી જિંદગી એ વિચારે, ન આવ્યો.

પરાગે લખી વારતા ખારવાની,
હજી એ કલમના ઇશારે ન આવ્યો.

– પરાગ રતનપરા

#ગઝલ #માછીમાર #દરિયો #પ્રતીક્ષા #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Fisherman #Sea #Waiting #Loss #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅધૂરીઆગલો લેખ →મોજમાં