મોજમાં
ડાળ પર, પાંદડે ઝૂલવું મોજમાં,
જે ગયું તે બધું ભૂલવું મોજમાં.
પાંખડી પાંખડી જેમ ખીલે કળી,
એમ આ જાતનું ખૂલવું મોજમાં.
ગર્વમાં ફૂલતો, ફૂટતો આદમી,
રોટલી જેમ તો ફૂલવું મોજમાં.
સૌ ગણે નોટ, ને સૌ ગણે ખેતરો,
શ્વાસનું મૂલ્ય બસ મૂલવું મોજમાં.
આ પરાગે તિજોરી ન ખોલી કદી,
નામ ને દામ સૌ ડૂલવું મોજમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મોજ #મસ્તી #ફકીરી #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Carefree #JoyOfLiving #Simplicity #LifePhilosophy #ParagRatanpara