મોતી
છીપમાં પૂરાઈને, મૂંગા રહી, રેતી ખમી,
દર્દ ઘૂંટ્યું રાતદિન, ના આંખ પણ એની નમી;
કોઈ મરજીવે ઉઘાડી છીપ જ્યારે એક વાર,
કણ હતું, મોતી થયું, જે પીડ ભીતર ના શમી.
– પરાગ રતનપરા
છીપમાં પૂરાઈને, મૂંગા રહી, રેતી ખમી,
દર્દ ઘૂંટ્યું રાતદિન, ના આંખ પણ એની નમી;
કોઈ મરજીવે ઉઘાડી છીપ જ્યારે એક વાર,
કણ હતું, મોતી થયું, જે પીડ ભીતર ના શમી.
– પરાગ રતનપરા