← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોસમ વિશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌ લખે છે ચાંદની ને ફૂલ ને ફોરમ વિશે,
હું લખું છું રક્તથી ખરડાયલી મોસમ વિશે.

ગામ આખું પૂરમાં ડૂબ્યું, તણાયાં ઢોર પણ,
મંચ પર ભાષણ થયાં ત્યાં પૂરના કર્દમ વિશે.

સાંજ પડતાં બારણે ઊભી રહે છે એક મા,
કોણ એને વાત માંડે સરહદી માતમ વિશે?

એક ખેડૂતે ગળે બાંધ્યો હતો જે આખરે,
એ જ દોરો પૂછતો’તો વાદળી સંયમ વિશે.

ઘાવ પર ફૂંકી ગઝલ, તો દર્દ થોડું ઓગળે,
આ ‘પરાગે’ ગાઈ લીધું શબ્દના મરહમ વિશે.

– પરાગ રતનપરા

#ગઝલ #વેદના #ખેડૂત #સરહદ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryOfPain #FarmersPlight #SoldiersMother #WordsThatHeal #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછૂટા શેર ૪૨૦૪–૪૨૬૫આગલો લેખ →બારાખડી