← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેં તો ભાળ્યો ભગત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો ભાળ્યો રે ભગત, એના હાથમાં ન માળ,
એણે ગામને પાદર ખોદી તરસ્યાં માટે પાળ.

ના એણે કંઠી બાંધી, ના કપાળે તાણ્યું ટીલું,
ના એ મંદિરે ઘંટ વગાડે, ના પહેરે ભગવું પીળું;
પણ ભૂખ્યે આવ્યે પીરસે પહેલો રોટલો ને દાળ…
મેં તો ભાળ્યો રે ભગત…

પાડોશીનું ખેતર બળ્યું તો એણે આંસુ લૂછ્યાં,
પોતાના ઘરનાં બિયારણ એને આંગણે મૂક્યાં;
ના કોઈને કહ્યું, ના લખ્યું ક્યાંયે, ના માગ્યો ઉપકાર…
મેં તો ભાળ્યો રે ભગત…

પરાગ કહે: જે પારકી પીડ પોતાની કરી જાણે,
એના ખેતરના શેઢે તો હરિ આવી બેસે ટાણે;
પોથી ન વાંચે તોય એ જીવે ભાગવતનો સાર…
મેં તો ભાળ્યો રે ભગત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ ફોન છેઆગલો લેખ →ધુમ્મસ