મેહુલિયો
મેહુલિયો મંડાણો રે, ને ગામ આખું ગીતે ગાજે,
ખેતર બોલે, ખળાં બોલે, મોર બોલે ઝાડે ઝાજે!
પહેલું ટીપું પડ્યું ધરા પર, ધરતી ઊઠી મ્હેકી,
ચાતકની ચાંચે જળ આવ્યું, તરસ ગઈ સૌ ફેંકી;
ખેડૂ હળ લઈ દોડ્યો, જાણે દેવ આવ્યા આજે…
મેહુલિયો મંડાણો રે…
છાપરેથી ધાર પડે ને નેવાં વગાડે વાજાં,
છોકરાં કાગળ-હોડી લઈને, થઈ જાય સૌ રાજા;
ડોશીમા બારીએ બેઠાં, આંખ લૂછે લાજે…
મેહુલિયો મંડાણો રે…
પરાગ કહે: આ મેઘ ન જાણે, કોનું ખેતર, કોનું ઘર,
સૌની ઉપર સરખો વરસે, રંક હો કે સરવર;
માણસ શીખે આટલું, તો ધરતી પણ સુખ સાજે…
મેહુલિયો મંડાણો રે…
– પરાગ રતનપરા