← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનનો પુલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું આ કાંઠે, હું પેલે કાંઠે, વચ્ચે વહે છે મૌન,
રોજ વિચારું, પુલ બાંધવા પહેલો પથ્થર મૂકે કોણ?

એક જ ઘરમાં, એક જ થાળી, એક જ ઓશીકું તોય,
વાત કરું તો શબ્દ ન સૂઝે, ચુપ રહું તો રોય;
ઘડિયાળ બોલે ટકટક ટકટક, આપણ બંને ગૌણ…
રોજ વિચારું, પુલ બાંધવા…

તેં પણ જોયું, મેં પણ જોયું, બારીએ ઊગ્યો ચાંદ,
બંનેને થ્યું ‘કહી દઉં’, પણ જીભે બાંધ્યો બાંધ;
ચા ઠરી ગઈ, સાંજ ઢળી ગઈ, કોણ કરે પહેલ, કોણ?…
રોજ વિચારું, પુલ બાંધવા…

પરાગ કહે: આ મૌનની નદીમાં અહમ્‌ની ઊંડી ધાર,
એક જ સ્મિત, ને એક જ ‘સાંભળ’, ને થઈ જઈએ પાર;
લે, હું જ મૂકું પહેલો પથ્થર, તોડું આજે મૌન…
તું આ કાંઠે, હું પેલે કાંઠે, વચ્ચે વહે છે મૌન.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધરમઆગલો લેખ →કેસૂડો