← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મરણ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થકેલા પગોને સહારો મરણ છે,
વહેતી નદીનો કિનારો મરણ છે.

અટકતી ઘડી ભીંત પર જે ક્ષણે છે,
સમયનો અનોખો ઇશારો મરણ છે.

સફરમાં ઘણાં ગામ વીંધ્યાં, પ્રવાસી!
હવે રાત પડતાં ઉતારો મરણ છે.

મને બા કહેતી, હતો બાળ ત્યારે,
ગગનમાં ઝળકતો સિતારો મરણ છે.

ખરે ફૂલ, ફોરમ હવામાં ભળે છે,
પરાગે નિહાળ્યું, નજારો મરણ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #જીવનદર્શન #વિસામો #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #Mortality #EternalRest #Philosophy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગઝલ છેઆગલો લેખ →નદીને સામે કાંઠે