← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનિયો મેળે ગયો’તો —
બાએ આપેલી પાવલી લઈને.

ચકડોળ જોયું, ફુગ્ગા જોયા,
બરફનો ગોળો, મદારીનો સાપ,
બધું જોયું,
કશું ન લીધું.

સાંજ પડી,
તંબૂ સંકેલાયા,
મેળો ઊઠી ગયો,
તોય મનિયો ત્યાં જ ઊભો છે —
ખાલી મેદાનમાં
પાવલી મુઠ્ઠીમાં દાબીને.

હવે હું પચાસનો થયો.
રોજ સાંજે એને સાદ પાડું છું:
‘ઘેર આવ, મનિયા!’

એ આવતો નથી.
કહે છે:
‘હજી નક્કી નથી કર્યું,
મારે શું લેવું છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૧૮૧૬–૧૮૬૫આગલો લેખ →ત્રણ દાણા