← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડીમાં રડાવી, હસાવી મને,
રમકડું ગણીને નચાવી મને.

ભલે તેલ ઓછું, વળી વાટ પણ,
છતાં રાત આખી જલાવી મને.

હતો હું ઝરણ, વેગ ઊંડો હતો,
પછી સાગરે ક્યાં ભુલાવી મને.

હતો જીવતો, કોઈ ના પૂછતું,
ચિતા પર પછી સૌ સજાવી મને.

પરાગે હતી મ્હેક ફૂલો મહીં,
પવન ચાર દિશમાં ઉડાવી મને.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #નિયતિ #દીવો #વિડંબના #પરાગરતનપરા
#GujaratiGhazal #LifesPlay #Destiny #BurningLamp #Irony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબા, હવે આરામઆગલો લેખ →મદારીનો ખેલ