← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનનો તાગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનનો તાગ ન કોઈ પામે, ભાઈ, મનનો તાગ ન કોઈ,
દરિયો માપ્યો, આભ માપ્યું, મનની ઊંડપ ના જોઈ.

ઘડીકમાં એ રાજા થાતું, ઘડીકમાં ભિખારી,
ઘડીકમાં એ ગંગા નાહે, ઘડીકમાં પાપની ક્યારી;
પકડું ત્યાં તો પારો થઈને સરકી જાતું સોઈ —
મનનો તાગ…

જોગી જંગલ જઈને બેઠા, મનને બાંધવા કાજે,
મન તો પાછું ગામે આવ્યું, ઢોલ ને શરણાઈ વાજે;
ભગવાં પહેર્યાં, માળા લીધી, તોય રહ્યું એ મોઈ —
મનનો તાગ…

પરાગ કહે: મનને બાંધો નહીં, બસ એને નિહાળો,
ઝરણું જાણી વહેવા દો, ના કરશો એનો તાળો;
જે ક્ષણ જોનાર જાગી જાશે, મન જાશે ત્યાં ખોઈ —
મનનો તાગ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગોકુળ સૂનુંઆગલો લેખ →થઈ જઈએ