← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મળ્યો કે નહીં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તીર્થ ફરિયો, દાન કીધાં, રામ મળ્યો કે નહીં?
વાંસળી મેળે ખરીદી, શ્યામ મળ્યો કે નહીં?

બંગલો, ગાડી, બધું છે, બૅંકમાં નાણું ઘણું,
ઊંઘની ગોળી ગળી, આરામ મળ્યો કે નહીં?

ઊંઘ વેચી, સ્વપ્ન વેચ્યાં, દોસ્ત-સગપણ વેચિયાં,
જિંદગી વેચી નફામાં, દામ મળ્યો કે નહીં?

મયકદાની ભીડમાં તું રાતભર બેઠો હતો,
એ નજરથી જે છલકતો, જામ મળ્યો કે નહીં?

આ ‘પરાગે’ મ્હેકવું ને ઊડવું એ જિંદગી,
પાંખને પૂછો કદી, વિશ્રામ મળ્યો કે નહીં?

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મખોજ #સવાલ #ઈશ્વર #જીવનનોઅર્થ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfInquiry #SearchForGod #MeaningOfLife #InnerPeace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅલખનો ઓટલોઆગલો લેખ →પ્રેમનું ફૂલ