← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મદારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગળે માળા, તિલક માથે, હકીકતમાં મદારી છે,
ભજનમાં ભક્તને ડોલાવતો, અંદર શિકારી છે.

દિવસમાં ત્યાગ ને સંયમ તણાં ભાષણ કરે મોટાં,
અને રાતે છુપા ખંડે, જુઓ, પાક્કો જુગારી છે.

ઉઘાડા પગ, ફકીરી વેશ, વાતોમાં સદા સાદો,
વિમાને જાય પરદેશે, ઘરે ગાડી-સવારી છે.

ગરીબોના ભરેલા દાનથી આશ્રમ ચણે ઊંચા,
ખુદાના ચોપડે એની ઘણી લાંબી ઉધારી છે.

પરાગે ત્યાં નિહાળ્યો એક સાચો સંત, ભૂખ્યો જે,
ન માગે એ કશું, તોયે બધા બોલે: ‘ભિખારી છે’.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ઢોંગીબાબા #ધર્મનોધંધો #સાચોસંત #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FakeGodmen #BusinessOfFaith #TrueSaint #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખલણણીનું ગીતઆગલો લેખ →કૅન્ડલલાઇટ ડિનર