← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીનો પ્યાલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ પી લે, કાલની કોને ખબર, સાકી ભરે,
આ ઘડો માટી તણો, માટી મહીં પાછો ઠરે;
ચાક પર કુંભાર બેઠો, તે ય માટી થઈ ગયો,
જિંદગી, પી લે ઘડીભર, શ્વાસ જ્યાં લગ ના સરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભોળાભાઈની ત્રણ છબીઆગલો લેખ →સપનું