← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનું ઘડિયાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માના કાંડે
કદી ઘડિયાળ નહોતી.

તોય
એને ખબર રહેતી —
ક્યારે દૂધ ઊભરાશે,
ક્યારે બાપુજી આવશે,
ક્યારે મારો તાવ ઊતરશે,
ને ક્યારે
મારી બહેન
વળાવ્યા પછી
પહેલી વાર
ફોન કરશે.

હવે
મારા કાંડે
સ્માર્ટ વૉચ છે.
એ મારા ધબકારા ગણે છે,
પગલાં ગણે છે,
ઊંઘ ગણે છે.

પણ
એક વાર પણ
એણે નથી કહ્યું:
‘બેટા, જમી લે,
ઠંડું થઈ જશે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાંઠે ચાલી છોરીઆગલો લેખ →મીટરગેજ