← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માણસની જાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાત ન પૂછો કોઈ મારી, હું માણસની જાત,
એક જ માટી, એક જ લોહી, એક જ સૌની રાત.

કૂવો ગામનો, પાણી સૌનું, તોય મને ના પાયું,
મંદિરને ઉંબરેથી પાછો, ઈશ્વર પણ શરમાયું;
તરસ્યા કંઠે ગાયું તોયે, ગીતમાં ન’તી ઘાત…
જાત ન પૂછો…

ભણ્યો, ગણ્યો, ને માસ્તર થયો, ગામે આપ્યું માન,
ઘેર જમાડ્યો, પણ થાળી જુદી, જુદું રાખ્યું પાન;
હસીને જમ્યો, પણ ભીતર, લાગી કંઈ જાતનો કાંટ…
જાત ન પૂછો…

પરાગ કહે: આ ભેદ ભૂંસવા, કોણ લેશે હાથ?
આંસુ સૌનાં ખારાં સરખાં, સરખો સૌનો સાથ;
સૂરજ કદી ન પૂછે કોને, કઈ છે તારી નાત…
જાત ન પૂછો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊભો થયોઆગલો લેખ →છૂટા શેર ૩૦૬૬–૩૧૨૨