← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા, તને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ઊઠી સૌ પ્રથમ વંદું નમીને, મા, તને,
સાંજનો દીવો ય પ્હેલો હું ધરીને, મા, તને.

સાત દરિયા પાર જઈ આવ્યો, કમાયો નામ, પણ
રોટલો ભાવે ખરો, પ્હેલાં સ્મરીને, મા, તને.

ગાજતો વરસાદ, ત્યારે બાળપણમાં હું સદા
પાલવે સંતાઈ જાતો, બસ ડરીને, મા, તને.

બાપ થઈને મેં ય જાણ્યું, કેટલું વેઠ્યું હશે,
આજ ઊભો છું નયનમાં જળ ભરીને, મા, તને.

એક ઇચ્છા છે ‘પરાગે’, આવતે ભવ પણ ફરી
હું મળું ભવસાગરો આખા તરીને, મા, તને.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માતૃવંદના #મમતા #ઋણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #SaluteToMother #MothersLove #Gratitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચાદરઆગલો લેખ →આંખોમાં