← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લખી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શહીદે રગતથી કહાની લખી,
બરફમાં ઠરેલી જુવાની લખી.

તિરંગે લપેટ્યો, હસી માવડી,
કપાળે તિલકની નિશાની લખી.

ન શાહી, ન કાગળ, ન તો લેખની,
નસોમાં વહેતી રવાની લખી.

શહીદી મળી વીરને, ને પછી
સભાએ કથા એ મજાની લખી.

ઉષા લાલ દેખી, પરાગે પછી
સવારો શહીદે સુહાની લખી.

– પરાગ રતનપરા

#ગઝલ #શહીદ #દેશભક્તિ #મા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Martyr #Patriotism #MothersPride #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછત્રીઆગલો લેખ →કરું