કરું
તને જોઈ રણને ગુલાબી કરું,
અને સાંજને પણ શરાબી કરું.
ભલે ઝૂંપડું, તોય મન ઠાઠથી,
અતિથિની ખુશી પણ નવાબી કરું.
ભલે સાઠ વર્ષો થયાં, બાગમાં
ફરી ચાલને હું શબાબી કરું.
મળે પદ જરા, તો કહે છે જનાબ:
‘હવે ચાલ મારી રુઆબી કરું.’
પરાગે વિતાવી સુગંધી સફર,
હવે એ કથા શું કિતાબી કરું?
– પરાગ રતનપરા
#ગઝલ #ઉમંગ #આતિથ્ય #યુવાની #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Zest #Hospitality #YoungAtHeart #Satire #ParagRatanpara