લગનગાળો
આવ્યો લગનગાળો રે, ભાઈ, આવ્યો લગનગાળો,
ખિસ્સાં ખાલી, ચાંલ્લા ભારી, સૌનો એક જ તાળો.
ડીજે વાગે આખી રાતે, પાડોશી ના સૂએ,
ફૂવાજી રિસાઈ બેઠા, ‘મને ન પૂછ્યું!’ — રૂએ;
પ્રી-વેડિંગના ફોટા પાછળ ગયો બાપનો ફાળો…
આવ્યો લગનગાળો…
જમણવારે બુફે લાગ્યું, ડીશ લઈ ઊભા કતારે,
પનીર ખૂટ્યું, પૂરી ઠંડી, મામા ખીજે ધારે ધારે;
દુલ્હો ઘોડે, દુલ્હન સ્ટેજે, ફોટોગ્રાફર વચ્ચે મ્હાલો…
આવ્યો લગનગાળો…
પરાગ કહે: આ લગ્ન નથી, આ તો મોટો મેળો,
બે દિલ મળે ત્યાં બાકી સૌનો દેખાડાનો ખેલો;
જે ચાંલ્લો લઈ આવ્યા, એ ચાંલ્લો આપી પાછો વાળો!…
આવ્યો લગનગાળો…
– પરાગ રતનપરા