← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાગણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાગણી પણ જિંદગીમાં એક ભીનો ભાર છે,
એ જ હૈયાને વહેરે, એ અદીઠી ધાર છે;
હોઠ પર એ રોજ આવે, ને ફરી પાછી વળે,
હું અહીં આ કાંઠડે, ને તું નદીની પાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખભે લે છેઆગલો લેખ →એક પળને કાજ