← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોરી રહી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હળ ઉપાડ્યું બાપનું ને ચોપડી કોરી રહી,
ચાસમાં મેં આંસુ વાવ્યાં, આંખડી કોરી રહી.

સો જગાએથી હતી ફાટેલ માની ઓઢણી,
દીકરીના લગ્નમાં એ ચૂંદડી કોરી રહી.

શેઠને ત્યાં આબરૂ મૂકી, પછી તો બાપની
ભીંત પર ખીંટી ઉપર એ પાઘડી કોરી રહી.

વાયદો આપી ગરીબીનો, ઉઠાવી મત ગયા,
એમના ઘરમાં ખજાના, ઝૂંપડી કોરી રહી.

ગામ આખું વાંચશે મારી ગઝલને, પણ ‘પરાગ’,
બાપ જે વાંચી શકે, એવી ઘડી કોરી રહી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગરીબી #ખેડૂત #પિતા #અધૂરાંસપનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Poverty #FarmersLife #Father #UnfulfilledDreams #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઉછીનું અજવાળુંઆગલો લેખ →ને તું નહીં