કૂલ યાર
‘મા’ કહું તો લોક હસતાં, ‘મોમ’ બોલું, કૂલ યાર,
ફી ભરી છે લાખ, મોંઘી, નામ મોટું, સ્કૂલ યાર.
બાળપણની વારતા ભૂલી ગયો, કક્કો ગયો,
માતૃભાષા ભૂલવી, એ કેવડી આ ભૂલ, યાર!
સ્કૂલમાં જો માતૃભાષા, તો સજા છે, દંડ છે,
‘સ્પીક ઇંગ્લિશ’ એ જ ત્યાંનો એક મોટો રૂલ, યાર.
ગામના કૂવા તળાવો ને નદીઓ વીસરી,
હોટલે જઈ ન્હાય છે સૌ, ઠાઠથી, એ પૂલ યાર.
આ ‘પરાગે’ માતૃભાષાના જ બાગે ખીલવું,
હું ભલે જૂનો ગણાઉં, છું ધરાનું ફૂલ, યાર.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #માતૃભાષા #ગુજલિશ #ગુજરાતી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #MotherTongue #Gujlish #LanguagePride #ParagRatanpara