← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિસ્સો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક કિસ્સો સાંભળો, બે જણ હતાં સૌથી નિકટ,
રોજ થાતી’તી વગર કારણ જ બંનેમાં ખટપટ;
થઈ ગયાં છૂટાં, હવે બંને સુખી છે, ને હસે,
બે કિનારા જેમ સરિતાના, ખુશી બંને ય તટ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસમયઆગલો લેખ →હરિ અમેરિકા