ખુદા
ઘરે ભૂખ, ઓછી કમાણી, ખુદા,
અને મ્હેલમાં નિત ઉજાણી, ખુદા.
તને રાવ કીધી, હસી તું કહે:
‘ઘરેઘર સમી આ કહાણી’, ખુદા.
તને મંદિરે રોજ શોધ્યો અમે,
ખરી મૂર્તિ માની પિછાણી, ખુદા.
ચડે સ્વર્ણ તુજને, ઉઘાડા જનો,
ભલી ભક્તિ ભક્તે વખાણી, ખુદા!
પરાગે સુમનમાં તને જોઈ, ને
પછી મ્હેક સઘળી સમાણી, ખુદા.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુદા #ગરીબી #મા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #ConversationWithGod #Poverty #Mother #Satire #ParagRatanpara