ખેતરે
રાતભર એકલો જાગતો ખેતરે,
ભરબપોરે ય એ દાઝતો ખેતરે.
આભ સામે ચડાવી નજર રોજ એ,
મેઘ માટે સદા ઝૂરતો ખેતરે.
મેઘ વરસે જરા, મ્હેક માટી તણી,
મોર થઈને પછી નાચતો ખેતરે.
કરજ માથે, બિયારણ ય મોંઘાં થયાં,
તોય હિંમત ધરી ઝૂઝતો ખેતરે.
આ પરાગે લખી અન્નની આ ગઝલ,
રોજ ઈશ્વર જુઓ ઊગતો ખેતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખેડૂત #ખેતર #વરસાદ #અન્નદાતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #Farmland #Monsoon #Annadata #ParagRatanpara