← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલી ખુરશી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું
મારી સવારની ચા નથી,
કે જેના વગર આંખ ન ખૂલે.

તું
મારી બપોરનો છાંયડો પણ નથી.

તું તો
એ ખાલી ખુરશી છે,
જેના પર હું
રોજ સાંજે
મારી થાકેલી વાતો મૂકું છું —

ને ખુરશી
કશું બોલતી નથી,
બસ
સાંભળે છે.

એટલે જ
તારી સાથે
આટલું ફાવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદાવઆગલો લેખ →મોતિયો