← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી ખેતર સુધી જાતી, પવનમાં ઝૂલતી કેડી,
હવે ડામર તળે દાટી, વિસામો શોધતી કેડી.

પડે જો ઠેસ તો ઠપકો, પછી પંપાળતી માથું,
અમારા ગામની મા જેમ પાલવ ઢાંકતી કેડી.

અહીંથી દીકરા ચાલ્યા ગગનચુંબી મિનારામાં,
હજી પાદર ઉપર ઊભી, બધાને ઝંખતી કેડી.

હતું ના નામ નકશામાં, ન સરકારી કચેરીમાં,
છતાં સૌ ઢોરને નામે બધાંને જાણતી કેડી.

પરાગે પગરખાં છોડી, ફરી એ ધૂળને ચૂમી,
‘ઘણે દિવસે?’ — હસીને એમ ભીનું પૂછતી કેડી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #કેડી #વતન #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillagePath #Homecoming #Nostalgia #RootsAndRoads #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજોકરઆગલો લેખ →બપોર