કહી દીધું
ન બોલ્યાં હોઠ, પણ સઘળું ભરી આંખે કહી દીધું,
કબૂલ્યો પ્રેમ, ને ચંદા-ગગન સાખે કહી દીધું.
ગયો પરદેશ છોરો, ને રહી મા રાહમાં જાગી,
સવારે વાટ ઠરતી’તી, બળી રાખે કહી દીધું.
ખરી પડતાં જ પીળું પાન, નીરવ થઈ હવા ત્યારે,
વિદાયોની ઘડી આવી, નમી શાખે કહી દીધું.
હતાં બે જણ, ખબર શી કે નિભાવી કેમ જાવાના,
સ્વભાવે છે ખટુંમીઠું, પ્રથમ ચાખે કહી દીધું.
‘પરાગે’ જિંદગીભર જે કદી શબ્દે ન કહ્યું’તું,
પવન આવ્યો, સુગંધીની ભરી પાંખે કહી દીધું.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #ઇશારા #આંખો #અણકહ્યું #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenWords #Silence #EyesSpeak #Expression #ParagRatanpara