← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કઈ કૂંચીએ?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બહાર ગરજતો મેહુલો ને ભીતર તાળાબંધ,
સાયબા, કઈ કૂંચીએ ખોલું તારા મનનો બંધ?

નેવાં નીતરે ધાર ધાર, ને આંગણ થયું તળાવ,
તું તો છાપું ઓઢી બેઠો, જાણે કંઈ ન બનાવ;
મારી ઓઢણી ભીંજી ગઈ, ને તને ન આવે ગંધ…
બહાર ગરજતો…

ભજિયાં તળ્યાં, ચા મૂકી, ને ગાયું મેં મલ્હાર,
તું તો ફોનમાં મશગૂલ, મારો ક્યાં કોઈ આધાર?
વીજળી ઝબકી, ને હું ઝબકી, તોય તું રહ્યો અંધ…
બહાર ગરજતો…

પરાગ કહે: આ કૂંચી બીજી ક્યાંય ન મળતી, બેન,
એક જ હાસ્ય ને એક જ સ્પર્શ, એમાં છે સઘળું ચેન;
ફોન મૂકીને બારી ખોલો, ભીંજો સંગાથે સંગ…
બહાર ગરજતો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશ્રાવણી ભક્તિઆગલો લેખ →છે ગઝલ