← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કઈ ઘડીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કઈ ઘડીએ ઘર છોડ્યું મેં, કઈ ઘડીએ લીધી વાટ?
ના જાણું, બસ પગ ચાલે ને પાછળ છૂટે ઘાટ.

કઈ ઋતુના વાયરા વાયા, કઈ દિશાએ બોલાવ્યો?
કોણે મારા સૂતા મનને હળવે હાથ જગાડ્યો?
ઝૂંપડીનો દીવો ઠાર્યો, તોય અંદર ઝળહળ ઠાઠ…
કઈ ઘડીએ…

ગામ કહે: ‘ઘેલો થયો’, ને મા કહે: ‘પાછો આવ’,
પણ મારા પગને લાગ્યો છે કોઈ અગમનો ભાવ;
કાંટા વાગે, લોહી નીતરે, તોય હૈયે હરખ-હાટ…
કઈ ઘડીએ…

પરાગ કહે: આ હૈયું જ છે સાચું એનું પારખું,
જેણે છોડ્યું, એણે જાણ્યું — ખોયું ને મેળવ્યું સરખું;
ખોવાઈને જ મળે છે માણસ, એ જ સાચો ઘાટ…
કઈ ઘડીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસંતાકૂકડીઆગલો લેખ →શ્યામ છે