કાનો આવ્યો અમદાવાદ
કાનો આવ્યો અમદાવાદ, ને ગોપીઓ ગઈ મૉલે,
વાંસળી વેચી સ્પીકર લીધું, રાસ રમે ડીજેના તાલે.
ગાયો શોધે ગોકુળ ક્યાં? અહીં તો ટ્રાફિક જામ,
માખણ મળે પૅકેટમાં, ને ઉપર કંપનીનું નામ;
મટકી ફોડવા જાય તો સોસાયટીવાળા ઝાલે!
કાનો આવ્યો…
રાધા બોલી: ‘કાના, તારું વૉટ્સએપ સ્ટેટસ શું?’
કાનો કહે: ‘ઑનલાઇન છું, પણ નેટવર્ક ક્યાં? હું શું?’
સેલ્ફી લીધી જમનાકાંઠે — સાબરમતીને ગાલે…
કાનો આવ્યો…
પરાગ કહે: આ કળિયુગમાં કાનો ભલે બદલાય,
પ્રેમનું પીંછું માથે રાખે, તો ગોકુળ ગામ થાય;
શહેર ભલે ને ઝાકઝમાળ, પ્રીત તો ગામને વ્હાલે…
કાનો આવ્યો…
– પરાગ રતનપરા