કાલે આવજો
ફાઈલો પર ચા ઢળી છે, કામ? કાલે આવજો,
બાબુજી આજે રજા પર, નામ? કાલે આવજો.
બાપુ તો ચાલ્યા ગયા, પેન્શન હજી અટકેલ છે,
ટેબલેથી સાદ આવ્યો: ‘રામ! કાલે આવજો.’
ટેબલે નીચે ભલા, ‘વ્યવહાર’ જો થાતો નથી,
તો અહીં સૌનો હવે આરામ, કાલે આવજો.
દેવ ખુદ આવ્યા હતા લઈ સૃષ્ટિની અરજી, અને
ક્લાર્ક બોલ્યો: ‘ક્યાં તમારું ગામ? કાલે આવજો.’
જીવતો છું, એ પુરાવો લઈ ગયો ત્યારે ‘પરાગ’,
‘પ્રાણ તો છે, પણ પુરાવો? દામ! કાલે આવજો.’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સરકારીકચેરી #લાલફીતાશાહી #લાંચ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Bureaucracy #RedTape #Corruption #ParagRatanpara