← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાલથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ પ્રાતઃ પાંચ વાગે જાગવાનું કાલથી,
ફાફડા ને ઢોકળાંથી ભાગવાનું કાલથી.

ફી ભરી દીધી જિમે, ને બૂટ પણ લાવ્યો નવા,
આજ તો બસ ઊંઘ, ને જિમ માંડવાનું કાલથી.

પુસ્તકોના ઢગ નિહાળી શ્રીમતી બોલી: ‘અરે!’
‘ધીર ધર, ગીતા ય આખી વાંચવાનું કાલથી.’

મંચ પર ચડતાં જ નેતાજી ગરજતા બોલિયા:
‘લાંચ-રુશવત સાવ પાક્કું ત્યાગવાનું કાલથી!’

આ ‘પરાગે’ ડાયરીમાં સો વખત લખ્યું હશે:
‘કાલ’ નામે ટેવને પણ ટાળવાનું કાલથી!

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યગઝલ #વ્યંગ #સંકલ્પ #આળસ #પરાગરતનપરા
#GujaratiGhazal #HumorPoetry #Procrastination #NewYearResolutions #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઘરડાઘરની ધૂળેટીઆગલો લેખ →યાર