← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગળ ઉપર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ ના, આ જાત મારી ઊતરી કાગળ ઉપર,
રાત આખી આંખથી જે નીતરી કાગળ ઉપર.

લોક પૂછે: ‘લાભ શો આ આટલું લખવા થકી?’
જિંદગી આખી અમારી ઓગળી કાગળ ઉપર.

ના ખજાના, ના ખિતાબો, ના કશું સન્માન પણ,
તોય મેં તો આ ખુમારી પાથરી કાગળ ઉપર.

ગામ છૂટ્યું, મા ગુમાવી, બાળપણ ખોવાઈ ગ્યું,
એ બધી યાદો ફરીથી સાંભરી કાગળ ઉપર.

આ પરાગે પાંખડી ઘોળી કલમમાં, ને પછી
મ્હેકની ઝીણી લકીરો ચીતરી કાગળ ઉપર.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિ #ખુમારી #સર્જન #કવિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetsPride #WritingLife #Creation #InkAndSoul #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપથ્થરનો દેવઆગલો લેખ →જશોદા, તારો કાનો