← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝંખના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પળે પળે છેતરાઈ, તોયે ઝંખના નવી જાગે,
ધબકારે ધબકારે સાજન, તારો સાદ જ વાગે.

કાલે કહ્યું'તું: ‘આવીશ સાંજે,’ સાંજ પડી ને ઢળી,
દીવો કર્યો, ઓલવાયો, ને આંખ રહી ગઈ બળી;
તોય સવારે ફરી ઊઠીને આંગણું વાળું રાગે…
પળે પળે છેતરાઈ…

કાગળ લખી લખીને ફાડું, કલમ મૂકું ને ઉઠાવું,
રીસ ચડાવું, રીસ ઉતારું, મનને કેમ મનાવું?
તારાં ખોટાં વચનો પણ મને મીઠાં મીઠાં લાગે…
પળે પળે છેતરાઈ…

પરાગ કહે: આ ઝંખના તો છે દીવાની વાટ,
બળતી રહે, ઓછી થાતી, તોય ન છોડે ઘાટ;
પ્રીત ન હારે છેતરાવાથી, એ જ પ્રીતનો ભાગે…
પળે પળે છેતરાઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકેડીએઆગલો લેખ →હજી