ઝળહળે
રાતભર એ એકલો ઊભો કિનારે ઝળહળે,
વાટ ભૂલ્યાં નાવ માટે એ મિનારે ઝળહળે.
તેલ ખૂટે, વાટ બળતી, પાંસળી થીજી જતી,
તોય રક્ષક વૃદ્ધ, શ્રદ્ધાના સહારે ઝળહળે.
ના કશું બોલે, ન માગે ધન્યવાદો કોઈના,
મૌનમાં બસ એક નાના-શા ઇશારે ઝળહળે.
સાગરે તોફાન જાગે, ઊછળે મોજાં ઘણાં,
ખારવો જો બૂમ પાડે, એ પુકારે ઝળહળે.
દીપ જેવો થઈ શકે જો એક માણસ પણ ‘પરાગ’,
તો જગત આખું ય એના એ વિચારે ઝળહળે.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવાદાંડી #અજવાળું #સેવા #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Lighthouse #Hope #SelflessService #GuidingLight #ParagRatanpara