← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાલાવાડી ધરતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ ઝાલાવાડી ધરતી, ભાઈ, આ ઝાલાવાડી ધરતી,
બાવળ, થોર ને ખારી હવામાં ય હસતી રમતી!

રણને કાંઠે ગામ વસેલું, મીઠું પકવે અગરિયા,
પગની પાની ફાટે તો ય ગાય છે દુહા ને ભજનિયાં;
નથી નદી, નથી ઝરણાં, તો ય તરસ ન ગમતી,
આ ઝાલાવાડી ધરતી, ભાઈ, આ ઝાલાવાડી ધરતી!

ઘુડખરનાં ટોળાં દોડે, ઊડે ધૂળની ડમરી,
સાંજ પડે ને આભ ભરાય, જાણે રંગોળી ભમરી;
ભરત ભરેલી ચોળીમાં ભાત ભાતની ભરતી,
આ ઝાલાવાડી ધરતી, ભાઈ, આ ઝાલાવાડી ધરતી!

પરાગ કહે, સૂકી ધરતીમાં ભીનું મન વસેલું,
મહેમાન આવે તો થાળ ભરે, ભલે ઘરમાં ઓછું ભરેલું;
રોટલો ને માખણ દેતી, ને આશિષ ઝરમર ઝરતી,
આ ઝાલાવાડી ધરતી, ભાઈ, આ ઝાલાવાડી ધરતી!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસખાઆગલો લેખ →આભ